અમરેલી  પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા નેતા અને હામાપુર જિલ્લા પંચાયત બેઠકના પ્રભારી વનરાજભાઈ વાળાએ ખેડૂતને થયેલ નુકશાનીનું તાત્કાલિક વળતર ચૂકવવા સરકારને માંગણી કરતો પત્ર લખ્યો છે.

વનરાજભાઈ વાળાએ પત્રમાં જણાવ્યું હતું કે, તા.૧૯/૦૩/૨૦૨૬ ના રોજ પડેલ કરા સાથે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડુતોના ખેતરમાં ઉભા પાક જેવાકે ઘઉં,ચણા,તુવેર,જીરૂ,ધાણા,તલ, અને કેરી જેવા વિગેરે પાકોનો સંપુર્ણ નાશ થયેલ છે. આ સાથે જ જગતના તાત એવા ખેડુતો ભારે નુકશાનીનો સામનો કરી રહેલ છે.

આ સાથે જ અમારા બગસરાના વિસ્તાર ઉપરાંત સમગ્ર અમરેલી જીલ્લાના બગાયતી પાકો જેવાકે આંબા,સીતાફળ,જામફળ વિગેરેને પણ ભારે નુકશાની થયેલ છે. જેથી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આ અંગે તાત્કાલીક સર્વે કરાવી ખેડુતોને યોગ્ય વળતર ચુકવવા યોગ્ય કરવા વિનંતી કરવામાં આવે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો