અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં આજે ધાર્મિક એકતા અને સામાજિક ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. બગસરાના વતની અને હાલ લખનૌ સ્થિત, બગસરા પટેલ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઇ સુવાગીયાના સુપુત્ર શ્રી વિપુલભાઈ સુવાગીયાએ પોતાની વતનની મુલાકાત દરમિયાન બગસરાની પવિત્ર ડાંગીયાપીર દરગાહ ખાતે આસ્થાભેર ચાદર અર્પણ કરી વંદન કર્યા હતા.
લખનૌ જેવા મહાનગરમાં વસવાટ કરવા છતાં પોતાની વતનની ભૂમિ અને પરંપરાઓ પ્રત્યેની તેમની અતુટ ધાર્મિક શ્રદ્ધાએ ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે વિપુલભાઈએ દરગાહ પર શીશ નમાવી દેશમાં અમન-શાંતિ જળવાઈ રહે અને હિન્દુ-મુસ્લિમ ભાઈચારો વધુ મજબુત બને તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
આ ગરિમામય મુલાકાત સમયે પટેલ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઇ સુવાગીયા તથા ભીખુભાઈ સુવાગીયા દક્ષ સુવાગીયા જાણીતા સામાજિક અગ્રણી શ્રી શિવલાલભાઈ ઠુંમર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિપુલભાઈની આ સદભાવનાપૂર્ણ પહેલને દરગાહના મુંજાવર જાવેદબાપુ, મહંમદભાઇ ગોલ્ડન અને ડો. કાળવાતર દ્વારા શાલ મોમેન્ટો સરદાર સાહેબની સ્મૃતિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિપુલભાઈ સુવાગીયાની આ મુલાકાતે બગસરામાં ધાર્મિક અને સામાજિક એકતાનો સુંદર સંદેશ પ્રસરાવ્યો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







