એક તરફ આકરી ગરમી પડી રહી છે ત્યારે રાજકોટમાં આકરી ગરમીથી બચવા માટે એક જ પરિવારના 6 લોકો આજીડેમમાં નહાવા ગયા હતા. જેમાં એક વ્યકિત કોઈ કારણોસર ડેમના પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલા અન્ય ચાર લોકો પણ ડૂબ્યા અને એક જ પરિવારના ચાર લોકોના નિધન થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પરિવારના સભ્યો આજીડેમ ખાતે પાણીમાં ઉતર્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિનું સંતુલન બગડતા તે ઊંડા પાણીમાં ફસાઈ ગયો. તેને બચાવવા માટે પરિવારના અન્ય સભ્યો પણ પાણીમાં ઉતર્યા, પરંતુ ડેમનું પાણી ઊંડું અને પ્રવાહ વધુ હોવાને કારણે ચારેય જણા ડૂબી ગયા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લાંબી મહેનત બાદ ચારેય મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. ઘટનાના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક તારણ મુજબ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે નાહવા ગયેલા પરિવાર સાથે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો