વિકલાંગ દંપતિને થયેલી સમસ્યાને ધ્યાનમાં લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી તાત્કાલિક ન્યાય અપાવવામાં આવ્યો હતો. દંપતિ પોતાની વ્યથા રજૂ કરવા એસ.પી. કચેરી ખાતે પહોંચ્યા હતા.

આ દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું સાહેબ જાતે ઓફિસમાંથી નીચે ઉતરી ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ દંપતીને મળ્યા હતા અને તેમની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે દંપતીએ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

 વિકલાંગ દંપતિની આંખોમાં હર્ષના આંસુ
પોલીસની મધ્યસ્થતાથી જમીનના અસલ દસ્તાવેજ પરત મળ્યા અને જુનો કરાર રદ કરવામાં આવ્યો. ન્યાય મળ્યાની લાગણીથી વિકલાંગ દંપતિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

વ્યક્ત કર્યો આભાર
જ્યારે દંપતીએ આભાર સ્વરૂપે શાલ ઓઢાડવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે “હોદ્દો નહીં પરંતુ માનવતા મોટી” એવુ સાબિત કરતાં એસ.પી. પ્રેમસુખ ડેલું સાહેબ જાતે જમીન પર બેસી તેમની લાગણીને માન આપીને સન્માન સ્વીકાર્યું હતું.  અંતે વિકલાંગ દંપતિ દ્વારા શાલ ઓઢાડી અને મીઠાઈ અર્પણ કરી જિલ્લા પોલીસ વડા (એસ.પી. સાહેબ), બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો