બાબુભાઇ વાઢેળ, જાફરાબાદ/ અમરેલી જિલ્લાના ચિત્રાસર ગામમાં ફરી એકવાર વન્યજીવોના આતંકે હૃદયદ્રાવક દ્રશ્ય સર્જ્યું છે. મોડી રાત્રે ગૌશાળામાં ઘૂસીને વન્યજીવોએ 3 થી 4 નિર્દોષ ગાયોના મારણ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં ભય અને આક્રોશનું વાતાવરણ ઊભું કર્યું છે.

સ્થાનિક પશુપાલકોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનાથી વન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. રાત્રે પેટ્રોલિંગનો સંપૂર્ણ અભાવ અને જવાબદાર અધિકારીઓનું અહંકારભર્યું વલણ હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે.

આ પહેલો બનાવ નથી
ચિત્રાસર ગામમાં અગાઉ પણ વન્યજીવોના હુમલાના બનાવો નોંધાયા છે. થોડા સમય પહેલાં દીપડાએ એક નાની બાળકીનો જીવ લીધો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી દીપડાઓ ગામની સીમામાં ઘૂસી આવતા હોવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.

ગ્રામજનોની સ્પષ્ટ માંગ
ગામના લોકોએ વન વિભાગ અને પ્રશાસન સમક્ષ તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે માંગ કરી છે. ખાસ કરીને:

-રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સઘન પેટ્રોલિંગ
-વન્યજીવોને ગામથી દૂર રાખવા માટે તાત્કાલિક કાર્યવાહી
-ગામજનો અને પશુઓની સુરક્ષા માટે કાયમી વ્યવસ્થા

ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો