અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામ નજીક હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. કરિયાણાથી જીવાપર ગામ તરફ જતા માર્ગ પર અજાણ્યા શખ્સોએ એક યુવકની કાર અટકાવી તેની નિર્મમ હત્યા કરી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.
મૃતકનું નામ ભરત ઉગરેજીયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર મૃતક વિંછીયા તાલુકાના ફુલઝર ગામનો રહેવાસી હતો. ઘટનાસ્થળ પર હુમલાખોરોએ કાર રોકી ઘાતકી રીતે હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હત્યાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કેસ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા 10 દિવસમાં 4 હત્યાની ઘટના
ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં અમરેલી જિલ્લામાં હત્યાની ચોથી ઘટના નોંધાઈ છે, જેના કારણે જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાવી દીધી છે અને નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







