વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પાટીદાર સમાજ માટે ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે. 11મી મે ના રોજ પાટીદાર સમાજની 8 મોટી સંસ્થાઓ ભેગી મળીને વડાપ્રધાન મોદીનું ‘સરદાર રત્ન’ એવોર્ડથી ભવ્ય સન્માન કરવાના છે. જેને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી આકરાં પાણીએ જોવા મળ્યા છે.
પરેશ ધાનાણીએ ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું કે “”નકલી હોય ઈ ભલે નમો, અસલી અવાજ ઉઠાવો.”” લોકો કહે છે કે સામાજિક સંસ્થાઓ માં હવે સરદારના સ્વાભિમાનને ગીરવે મૂકીને પણ સમાજ સેવા કરવાની હોડ લાગી છે., પણ ના ના અને ના જ…, સરદાર ધામ માં આવીને સાહેબ ખુદ સરદાર પટેલ સ્ટેડિયમ નુ પુનઃ પાટીયું ચઢાવવાની જાહેરાત કરવાના છે…! હવે તમે જ કહો કે સરદાર રત્ન એવોર્ડ થી સાહેબને નવાજવા જોઇએ કે નહીં..? એવોર્ડ આપનારા સૌને અભિનંદન. #સરદાર_રત્ન_એવોર્ડ. #હું_અસલી_વારસદાર.
“નકલી હોય ઈ ભલે નમો,
અસલી અવાજ ઉઠાવો.”લોકો કહે છે કે ‘સામાજિક સંસ્થાઓ’ માં
હવે સરદારના સ્વાભિમાનને ગીરવે મૂકીને
પણ સમાજ સેવા કરવાની હોડ લાગી છે,પણ ના ના અને ના જ…,
“સરદાર ધામ” માં આવીને ‘સાહેબ’ ખુદ
“સરદાર પટેલ સ્ટેડિયમ” નુ ‘પુનઃ પાટીયું’
ચઢાવવાની જાહેરાત કરવાના છે…!… pic.twitter.com/UViihfYHBS— Paresh Dhanani (@paresh_dhanani) May 8, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગામી 11 તારીખે ‘સરદાર રત્ન’ એવોર્ડથી સન્માન થવા જય રહ્યું છે જેને લઈ વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો છે. અને સન્માન કરનારાને આડેહાથ લીધા છે. બીજી તરફ હેઝટેગમાં હું અસલી વારસદાર લખી સન્માન કરનાર પર શાબ્દિક પ્રેયહારો કર્યા છે.







