મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં માછીમારી ન કરવા માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા પરિપત્ર બહાર પાડી આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ચોક્કસ સમયગાળા માટે માછીમારી પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું ભારત સરકારના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
૬૧ અને ૭૬ દિવસનો માછીમારી પ્રતિબંધ
જાહેરનામાની વિગતો મુજબ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં તારીખ ૧ જૂન, ૨૦૨૬ થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત કુલ ૬૧ દિવસ) માછીમારી બંધ રહેશે. જ્યારે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમ–૨૦૦૩ અને સરકારના નોટિફિકેશન અનુસાર ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ ૧ જૂન, ૨૦૨૬ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત કુલ ૭૬ દિવસ) માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
યાંત્રિક બોટો પર પ્રતિબંધ, પરંપરાગત માછીમારોને છૂટ
આ આદેશ અનુસાર પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં તમામ પ્રકારની યાંત્રિક બોટો અને હોડીઓ દ્વારા થતી માછીમારી પ્રવૃત્તિઓ બંધ રાખવાની રહેશે. જોકે નાના અને પરંપરાગત માછીમારોની આજીવિકાને ધ્યાનમાં રાખીને નોન-મોટરાઈઝ્ડ ક્રાફ્ટ, લાકડાની બિન-યાંત્રિક હોડીઓ, સઢવાળી હોડીઓ તેમજ પગડિયા માછીમારીને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે જણાવ્યું છે કે સરકારી આદેશનો ભંગ કરનાર સામે નિયમ મુજબ કડક કાયદાકીય તથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તમામ સાગરખેડૂઓને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







