અમરેલી જિલ્લોમાં આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં સિંહોમાં ફરી એકવાર ગંભીર ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે. સી.ડી.વી (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) અને બેબસિયા જેવા ખતરનાક રોગોના કારણે અત્યાર સુધીમાં 5 સિંહબાળ સહિત 8થી વધુ સિંહોના મોત નોંધાયા છે, જેના પગલે વન વિભાગમાં ભારે ચિંતા વ્યાપી છે.
ગીર પૂર્વના જસાધાર રેન્જના ગીર-ગઢડા બોર્ડર વિસ્તારમાં એક જ દિવસમાં બે સિંહોના મોત થયા હતા. તે ઉપરાંત ગીર પશ્ચિમની બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ બે કરતાં વધુ સિંહોના મોત નોંધાયા છે.
સિંહબાળોના મોતથી ચિંતા વધારી
રોગચાળાની ગંભીરતા એ વાતથી પણ સ્પષ્ટ થાય છે કે, લીલીયા રેન્જમાં એક સિંહબાળ, સાવરકુંડલા રેન્જમાં એક સિંહબાળ, સરસિયા રેન્જમાં એક સિંહબાળ. આમ અલગ-અલગ વિસ્તારોમાં સિંહબાળોના મોત થયા છે.
8 વર્ષ અગાઉની ઘટના યાદ અપાવી
ઉલ્લેખનીય છે કે આજથી 8 વર્ષ પૂર્વે ગીરમાં CDV જેવા રોગચાળાના કારણે 23 સાવજો મોતને ભોગ બન્યા હતા. એ કડવી યાદ ફરી તાજી થતાં વન વિભાગે આ વખતે કોઈ બેદરકારી ન રહે તે માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
વન વિભાગનું નિવેદન
વન વિભાગના અધિકારી જયપાલ સિંહએ જણાવ્યું કે,“બેબસિયા અને CDV રોગને અટકાવવા માટે સિંહોની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ, સેમ્પલિંગ અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.”
સતત નજર અને તકેદારી
વન વિભાગ દ્વારા સિંહોના આરોગ્ય પર 24×7 નજર રાખવામાં આવી રહી છે. રોગના ફેલાવાને રોકવા માટે ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અને જરૂર પડે ત્યાં ક્વોરન્ટાઇન સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







