ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જમાંથી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરસિયા રેન્જના લુવારિયા વીડી વિસ્તારમાં એક પ્રેગ્નન્ટ સિંહણનું મોત થતાં વન વિભાગની કામગીરી અને પેટ્રોલિંગ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રેગ્નન્ટ સિંહણના મોત બાદ બેદરકારી બદલ ફોરેસ્ટર ચેતન ઘેવરીયાની પાલીતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે. આ બદલી બાદ સમગ્ર વન વિભાગમાં ફફડાટ ફેલાયો છે.
આ મામલે રામ રતન નાલા, જુનાગઢના સી.એફ દ્વારા સિંહણના મોત અંગે સ્થાનિક એ.સી.એફને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્થાનિક ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હતા અને વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો.
ગામજનોએ જણાવ્યા મુજબ સિંહણ છેલ્લા બે દિવસથી બીમાર હાલતમાં એક જ જગ્યાએ પડી હતી. અંતે સિંહણના મોતની જાણ ગામજનોએ વન વિભાગને કરી હતી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે બે દિવસ સુધી સિંહણ પીડાતી રહી છતાં વન વિભાગના સ્ટાફને તેની જાણ કેમ ન થઈ?
સિંહણના મોત પાછળ જવાબદાર કોણ? શું સમયસર સારવાર મળે તો સિંહણ અને તેના ગર્ભમાં રહેલો શાવક બચી શક્યા હોત? આ સહિતના મુદ્દાઓને લઈને વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સરસિયા રાઉન્ડના લુવારિયા વીડી વિસ્તારમાં બીમારીના કારણે સિંહોના મોત થયા હોવાના બનાવો સામે આવ્યા હતા. એટલું જ નહીં, એક વર્ષ પહેલાં લુવારિયા વીડીમાં માનવ મૃત્યુ થવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાદ ધારી ગીર પૂર્વ વિસ્તારમાં વન્યજીવ સુરક્ષા, પેટ્રોલિંગ અને જવાબદારીના મુદ્દે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે. હવે જોવાનું રહ્યું કે તપાસ બાદ વન વિભાગ દોષિતો સામે શું કડક પગલાં લે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







