રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવા માં આવ્યો હતો અને અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને લઈ લાવવામાં આવ્યો છે. બપોર ના 1 થી 3 રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે મુકાશે અને ત્રણ વાગ્યે અંતિમ સંસ્કાર કરાશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો અંતિમદર્શન માટે હાજર રહ્યા હતા અને હવે કોવિડ ગાઈડલાઈન મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.







