કોરોનનું સંક્રમણ સતત વધતાં દેશમાં અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગોવા, ઓડિશા, કર્ણાટક, હરિયાણા જેવા રાજ્યો લોકડાઉનની જાહેરાત કરી ચુક્યા છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થયો છે. ભાજપ ગઠબંધન શાસિત બિહારમાં પણ 15 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ભારતમાં હાલ કુલ 7 રાજ્યોમાં લોકડાઉન છે
कल सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ चर्चा के बाद बिहार में फिलहाल 15 मई, 2021 तक लाॅकडाउन लागू करने का निर्णय लिया गया। इसके विस्तृत मार्गनिर्देशिका एवं अन्य गतिविधियों के संबंध में आज ही आपदा प्रबंधन समूह (Crisis management Group) को कार्रवाई करने हेतू निदेश दिया गया है।
— Nitish Kumar (@NitishKumar) May 4, 2021
નીતિશ કુમારે ટ્વીટ કરીને લખ્યું, ગઈકાલે સહયોગી સાથીઓ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે, 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંગેની વિસ્તૃત ગાઇડલાઇન તથા અન્ય ગતિવિધિઓ અંગે આજે ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ આપવામાં આવ્યો છે.બિહારમાં કોરોનાના ની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો ગઈ કલલે સોમવારે 11407 નવા કેસ નોંધાયા હતા અને 82 લોકોના મૃત્યુ થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,07,667 છે અને રિકવરી રેટ 78.29 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2821 લોકોના કોરોનાથી મોત થયા છે.







