ગુજરાતમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. જે ઝાડ નાશ પામ્યા છે તેને એક હેક્ટર દીઠ રૂપિયા એક લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે જે 2 હેક્ટરની મર્યાદામાં આપશે.
જ્યારે જે બાગાયતી પાકો ખરી ગયા છે અને 33%થી વધુ નુકસાન થયું છે તેને હેક્ટર દીઠ રૂ.30,000ની બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
જ્યારે ઉનાળુ પાક એવા તલ, બાજરી જેવા પાકોમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.20 હજારની સહાય કરવામાં આવશે. વાવાઝોડા કૃષિ પેકેજથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર રૂપિયા 500 કરોડનો બોજ આવશે. આવતીકાલ સુધીમાં સર્વે રિપોર્ટ આવી જશે અને ત્યાર પછી એક અઠવાડીયામાં જ ખાતામાં સહાયની રકમ મળી જશે.







