કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,498કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,82,282 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 2123 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 13,03,702 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 23,61,98,726લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,89,96,473 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,73,41,462 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 3,51,309 લોકોના કોરોનાથી મોત થયા છે.







