કોરોનાકાળ વચ્ચે કેન્દ્રિય કર્મચારીઓ માટે રાહત ના સમાચાર આવ્યા છે. 48 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત લોકોજેમની રાહ જોઈ રહ્યા હતા તે જાહેરાત આજે સરકાર દ્વારા કરવામાં આવી છે . બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ડીએ-ડીઆર એટલે કે ‘મોંઘવારી ભથ્થું એલાઉન્સ અને મોંઘવારી રાહત’ પર 18 મહિના માટે મોકૂફી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, સરકારી કર્મચારીઓને 1 જુલાઈ, 2021 થીમોંઘવારીએ ભથ્થું મળશે. ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો છે. જોકે કેન્દ્રીય કર્મચારીઓને પૂરી આશા હતી કે સરકાર તેમના 18 મહિનાના એરિયસ મુદ્દે કોઈ જાહેરાત કરશે પરંતુ કર્મચારીઓ તે બાબતે નિરાશા મળી હતી.
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પ્રતિનિધિ જૂથ, જેસીએમની નેશનલ કાઉન્સિલ, 26 જૂને ડીઓપીટી અને નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આ મુદ્દાને ગંભીરતાથી લઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કરી હતી.પ્રતિનિધિ જૂથે કેબિનેટ સચિવને વિનંતી કરી હતી કે ડી.એ.ની રકમ ઉપરાંત 18 મહિનાની બાકીની રકમ પણ છૂટી કરવામાં આવે. કેબિનેટ સચિવ વતી કહેવામાં આવ્યું હતું કે આ સંદર્ભે અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવશે તથા કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને નિરાશ નહીં કરે એમ જણાવ્યુ હતું







