છેલ્લા 48 કલાક થી મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે આજે મુંબઈના ચેમ્બૂરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે, આ દૂર્ઘટનામાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાણકારી મુજબ ભૂસ્ખલન થતાં આ વિસ્તારના કેટલાક ઘરની દિવાલ ટૂટી ગઈ, જેને પગલે 11 લોકોના મૃત્યુ થયાં હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે . ઘટના બાદ રાહત અને બચાવ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવામાં આવી રહ્યા છે.











