કર્ણાટકના મુખ્યમંત્રી પદ્દ પર થી યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું બાદ અનેક રાજકીય અટકળો લગાવવામાં આવતી હતી ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે અને બસવરાજ બોમ્મઇને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા પણ યેદિયુરપ્પા ને બહુમત સાબિત કરવાનું હતું ત્યારે યેદિયુરપ્પાએ પોતાની સત્તા સાંભળી રાખી હતી પરંતુ આ વખતે તેમણે રાજીનામું આપવું પડ્યું છે.

ગઇકાલે બેંગલોરમાં ભાજપાના ધારાસભ્યોની બેઠક મળી હતી અને તે બેઠકમાં બસવરાજ બોમ્મઈ ને આગામી મુખ્યમંત્રીના રૂપમાં ચૂંટવામાં આવ્યા છે. બેઠકથી પહેલા કેન્દ્રીય મંત્રીઓએ રાજ્યના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

બસવરાજ બોમ્મઈ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે તથા લિંગાયત સમુદાય ના નેતા છે આ ઉપરાંત યેદિયુરપ્પા સરકારમાં ગૃહ મંત્રી હતા જ્યારે તેમના પિતા એસઆર બોમ્મઇ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. બસવરાજ બોમ્મઈ આજે કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બનશે