ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે,  દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,230 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  42,360 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 555 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

ભારતમાં અત્યાર સુધી 3,15,72,344 લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે અને હાલમાં કુલ 4,05,155 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 45,60,33,754 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે 3,07,43,972 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 4,23,217 લોકોના કોરોનાથી મોત થયા છે.