સાવરકુંડલાના બાઢડા  નજીક ગત મોડીરાત્રિના ઝૂપડામાં ટ્રક ઘૂસી જતાં 8 લોકોના મૃત્યુ થયા છે. ટ્રક ચાલક કાબૂ ગુમાવતાં ટ્રક ઝૂપડામાં ઘૂસી જતાં ઘટના ઘટી છે ત્યારે આ અકસ્માતમાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે  જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોચી છે. તમામ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ માં મોલવામાં આવ્યા છે જ્યારે ટ્રક ચાલકને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે

મૃતકના નામ:

(૧) પુજાબેન ડો/ઓ હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.૦૮, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી

(૨) લક્ષ્મીબેન વા/ઓ હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.૩૦, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી

(૩) શુકનબેન ડો/ઓ હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.૧૩, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી

(૪) હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.૩૭, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી

(૫) નરશીભાઇ વસનભાઇ સાંખલા, ઉ.વ.૬૦, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી

(૬) નવઘણભાઇ વસનભાઇ સાંખલા, ઉ.વ.૬૫, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી

(૭) વિરમભાઇ છગનભાઇ રાઠોડ, ઉ.વ.૩૫, રહે.બગસરા જેતપુર રોડ, જી.અમરેલી

(૮) લાલાભાઇ ઉર્ફે દાદુભાઇ ડાયાભાઇ રાઠોડ, ઉ.વ.૨૦, રહે.બગસરા, જી.અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા નજીક એક ટ્રક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જવાની કમનસીબ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યંત શોકની લાગણી અનુભવી છે.  દુઃખ અને આઘાત  સાથે સંવેદના પ્રગટ કરતાં  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત યોગ્ય મદદ પુરી પાડવા વહીવટીતંત્રને તમામ સૂચનાઓ આપી છે તથા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક  સહાયની જાહેરાત પણ કરી છે આ ઉપરાંત ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટર ને આદેશો આપ્યા છે.