‘તારક મહેતા’ ફૅમ નટુકાકા એટલેકે ઘનશ્યાન નાયકનું 77 વર્ષની ઉંમરે આજે અવસાન થયું છે, છેલ્લાં થોડા સમયથી કેન્સરની સારવાર ચાલી રહી હતી તેમણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશન કરી અને ગાંઠ કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ ઘનશ્યામ નાયકએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી.

ઘનશ્યામ નાયકનો જન્મ 1944માં થયો હતો અને તેમણે પહેલી ગુજરાતી ફિલ્મ 1968માં “હસ્તમેળાપ” કરી હતી ત્યારબાદ અનેક ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.