કેપ્ટનઅમરિંદર સિંહે આજે કોંગ્રેસનો સત્તાવાર હાથ છોડ્યો છે અને કોંગ્રેસના અધ્યક્ષ સોનીયા ગાંધીને સાત પાનનો પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યુ છે કે હૈ કમાન્ડ ને તેના નિર્ણય પર પસ્તાવો થશે.પંજાબ રાજ્યમાં આવનાર વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજવા જય રહી છે ત્યારે નગારે ઘા મારતા કેપ્ટનઅમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીનું નામ પણ જાહેર કરી દીધું છે.
આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી પદ્દ પરથી અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું પંજાબ કોંગ્રેસના આંતરિક વિવાદથી અમરિંદર સિંહે રાજીનમું આપ્યા બાદ આજે કોંગ્રેસનાં સભ્યપદ્દ પરથી પણ રાજીનામું આપી દીધું છે અને પોતાની નવી પાર્ટી “પંજાબ લોક કોંગ્રેસ”ના નામની જાહેરાત કરી છે.







