ગુરુવારે પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના સીકરમાં જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજસ્થાનની ગેહલોત સરકારમાંથી બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર ગુડાની કથિત લાલ ડાયરીનો ઉલ્લેખ કરી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. આ લાલ ડાયરીમાં કોંગ્રેસના તમામ કાળા કૃત્યો છે. જેના પાના ખોલવામાં આવશે તો કોંગ્રેસનો ડબ્બો ગૂલ થઈ જશે.
આ ઉપરાંત સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કોંગ્રેસ સરકાર ચલાવવાના નામે લૂંટની દુકાન ચલાવે છે. લૂંટની દુકાનનું લેટેસ્ટ ઉદાહરણ રાજસ્થાનની લાલ ડાયરી છે. પીએમ મોદીએ કહ્યું, લાલ ડાયરીનું નામ સાંભળીને કોંગ્રેસના મોટા નેતાઓની હાલત ખરાબ થઈ જાય છે. આ ડાયરીમાં કોંગ્રેસ સરકારના કાળા કૃત્યો બંધ છે. જો તેના પાના ખોલવામાં આવે તો એવી બાબતો સામે આવશે જે કોંગ્રેસની સરકારના હોંશ ઉડાવી દેશે.
મહિલા સુરક્ષા પર ગહેલોત સરકારને ઘેરી
પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષાના મુદ્દે ગેહલોત સરકારને ઘેરી પીએમ મોદીએ કહ્યું, રાજસ્થાનના લોકો બહેન-દીકરીઓના સન્માન સાથે રમત ક્યારેય સહન કરી શકે નહીં. મા પદ્માવતી અને મા પન્નાધાયની આ ભૂમિની દીકરીઓ સાથે જે કંઈ થઈ રહ્યું છે તે મને રોષથી ભરી દે છે. દલિત પુત્રી પર બળાત્કાર થાય છે અને તેના પર એસિડ રેડવામાં આવે છે. એક દલિત બહેન પર તેના પતિની સામે જ સામૂહિક બળાત્કાર થાય છે, આરોપીએ તેનો વીડિયો બનાવ્યો, પોલીસમાં રિપોર્ટ દાખલ કરવામાં આવી નથી. નિર્ભય આરોપીઓએ વીડિયો વાયરલ કર્યો. રાજસ્થાનમાં નાની છોકરીઓ અને શાળાના શિક્ષકો પણ સુરક્ષિત નથી.
પીએમ મોદીએ કહ્યું, નાગરિકોની સુરક્ષા માટે કાયદો અને વ્યવસ્થાની બીજી જવાબદારી રાજ્ય સરકારોની છે, પરંતુ કોંગ્રેસ સરકાર આ પણ કરી શકતી નથી, ગેંગ વોરના સમાચારોએ રાજસ્થાન જેવા શાંતિપ્રિય રાજ્યની પ્રતિષ્ઠા બગાડી છે.
I.N.D.I.A.ગઠબંધન પર પણ સાધ્યુ નિશાન
I.N.D.I.A.ગઠબંધન પર પણ નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એક નવી ષડયંત્ર શરૂ કરી છે, આ ષડયંત્ર નામ બદલવાની છે. પહેલાના જમાનામાં જ્યારે પેઢી કે કંપની બદનામ થતી ત્યારે તરત જ નવું બોર્ડ લગાવીને લોકોને ભ્રમિત કરીને પોતાનો ધંધો ચલાવવાનો પ્રયાસ કરતો હતો. કોંગ્રેસ પણ આવું જ કરી રહી છે. યુપીએના દુષ્કર્મો યાદ ન રહે, તેથી તેને બદલીને I.N.D.I.A. કરી દેવામાં આવ્યું છે.
લાલ ડાયરીમાં કશુ નથીઃગહેલોત
ગેહલોતનો પલટવાર બીજી તરફ સીએમ અશોક ગેહલોતે પીએમ મોદીના આરોપો પર પલટવાર કર્યો છે. તેણે કહ્યું, લાલ ડાયરી નથી. લાલ ડાયરીની વાત એક દંતકથા છે. આગામી સમયમાં ભાજપને લાલ ઝંડો દેખાડવામાં આવશે. તેમણે કહ્યું, મોદી અને તેમની પાર્ટી અમારાથી ડરે છે, તેથી જ તેઓ આવા દાવા કરી રહ્યા છે. પીએમ પદમાં ગરિમા હોય છે,પરંતુ તેઓ અમારા મંત્રી ગુડાને પ્યાદુ બનાવી રહ્યા છે.
‘લાલ ડાયરી’માં શું છે?
ગુડા આ ડાયરીમાં સ્પષ્ટપણે તો કશો ઉલ્લેખ નથી કરી રહ્યાં.પરંતુ એમ કહી રહ્યા છે કે આમાં ધારાસભ્યોના નાણાંકીય વ્યવહારનો હિસાબ છે. ભાજપનું હેલિકોપ્ટર કેમ ખાલી ગયું અને ભાજપના ધારાસભ્યો તેમના પક્ષના ઘેરામાંથી કેમ ભાગ્યા તેનો પણ ઉલ્લેખ છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીની પણ ગણતરી છે. તેઓ કહે છે કે ચૂંટણી પહેલા બધું બહાર આવી જશે







