અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે તથ્ય પટેલે જેગુઆર કાર દ્વારા નવ લોકોની જિંદગી છીનવી લીધી હતી. આ ઘટના સ્થળે હાજર લોકોને તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને લઈને પ્રજ્ઞેશ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈને પ્રજ્ઞેશ પટેલ હાલ જેલમાં છે. આ દરમિયાન તેમણે જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી છે. પ્રગ્નેશ પટેલની જામીન અરજી ઉપર આજે સુનાવણી ટળી હતી.

અકસ્માત બાદ લોકોને ધમકી આપવાના કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જેલમાં છે. ત્યારે તેમણે જમીન અરજી કરી હતી. ત્યારે આ કેસમાં સરકારી અધિકારી કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી આજની સુનાવણી ટળી હતી. હવે આગામી મુદતમાં સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવશે.

સુનાવણી 6 ઓગસ્ટે થશે
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ નહીં થતાં મુદ્દત પડી હતી.આજે આ કેસમાં સુનાવણી થવાની હતી પરંતું તપાસ અધિકારી સરકારી બંદોબસ્તના કામમાં હોવાથી સુનાવણી ટળી ગઈ છે. હવે પ્રજ્ઞેશ પટેલે વધુ ત્રણ દિવસ જેલમાં જ રહેવું પડશે. હવે પછીની સુનાવણી 6 ઓગસ્ટે યોજાશે.

દર મુદ્દતે બદલાઈ રહ્યા છે વકીલ
પ્રગ્નેશ પટેલના કેસમાં કોઈપણ સિનિયર એડવોકેટ તેનો કેસ લડવા માટે નકારો ભરી રહ્યા હતા. જેને લઇને દર મુદ્દતે વકીલો પણ બદલાઈ રહ્યા હતા. આ કેસમાં હવે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ જલ ઉનવાલાએ હાજર રહીને દલીલો કરી હતી. અગાઉ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીની સુનાવણીમાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ એસ.વી. રાજુના પુત્ર ભદ્રેશ રાજુ હાજર રહ્યા હતા. પરંતુ કોઈ કારણોસર તેમણે પણ આ કેસ છોડી દીધો હતો.