India Vs West Indies 3rd T20 Match: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પાંચ મેચોની T20 સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગ્યાથી રમાશે. જો પ્રથમ બે T20 હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા આજે પણ હારી જશે તો સીરિઝ ગુમાવશે. આવી સ્થિતિમાં આ મેચ ભારતીય ટીમ માટે કરો યા મરોથી ઓછી નથી.
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 ચાર રને જીતી હતી. આ પછી બીજી ટી20માં યજમાન ટીમે બે વિકેટથી જીત મેળવી હતી. હવે ત્રીજી ટી20 જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાત વર્ષ બાદ ભારત સામે ટી20 સીરીઝ જીતવા ઈચ્છશે. આ સાથે જ હાર્દિક પંડ્યાની ટીમનું લક્ષ્ય સિરીઝ હારના ખતરાને ટાળવાનું રહેશે.
ટીમમાં થશે મહત્વના ફેરફાર
સતત બે મેચમાં હારનો સામનો કર્યા બાદ આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ટીમમાં ઘણા ફેરફાર થઈ શકે છે. ત્રીજી ટી20માં આપણે નવી ઓપનિંગ જોડી પણ જોઈ શકીએ છીએ. સાથે જ અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને મુકેશ કુમારને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
ભારતીય ટીમ ત્રીજી T20માં ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે . મુકેશ કુમારની જગ્યાએ અવેશ ખાન અથવા ઉમરાન મલિકને તક આપવામાં આવી શકે છે. રવિ બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ શકે છે. ગઈ મેચમાં ફાસ્ટ બોલર મુકેશ કુમારે ઘણા રન આપ્યા, જેની જગ્યાએ અવેશ ખાન અથવા ઉમરાન મલિકને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
આ પણ વાંચો: WhatsApp યુઝર્સ સાથે હવે નહીં થાય કોઈ ફ્રોડ, Meta લાવી રહ્યું છે ખાસ ફીચર
ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન – હાર્દિક પંડયા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન/અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.







