સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોનું ગૂંગળાઇ જવાના કારણે મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના પલસાણા કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોનું ગૂંગળાઇ જવાના કારણે મોત થયું હતું.

પલસાણા- કડોદરા રોડ પર આવેલી રાજહંસ મીલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના શ્વાસ રુંધાયા. ટાંકી સાફ કરતી વખતે ગૂંગળાઈ જવાથી 4 શ્રમિકોના મોત થયા છે. દુર્ઘટાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. એકસાથે 4 કામદારના મોતથી સન્નાટો છવાયો છે. કામદારોની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

પરિવારમાં છવાયો માતમ
નવા વર્ષનો પહેલો જ દિવસ આ કામદારો માટે માતમ સમાન સાબિત થયો છે. એક સથે 4 શ્રમિકોના મોત થયા છે. તમામ શ્રમિકોના પરિવારમાં માતમ છ્વાયો છે. કારણ કે, નવા વર્ષના દિને પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા છે. દુર્ઘટના ઘટી કે તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ કામદારોનો જીવા બચાવી શકયો નહીં.