લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે આ દરમિયાન હજુ ભરૂચ બેઠક પર કોંગ્રેસ નેતાની નારાજગી સામે આવી છે. ચૈતર વસાવાને લઈને ફરી એક વખત મુમતાઝ પટેલની નારાજગી સામે આવી છે. જેમાં મુમતાઝ પટેલે કહ્યું છે કે, ચૈતર વસાવાએ મને પ્રચાર માટે પણ બોલાવી નથી, અને હું ગઈ પણ નથી.
મુમતાઝ પટેલે ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સામે નારાજગી વ્યક્ત કરતા એક નિવેદન આપ્યું હતું. મુમતાઝ પટેલે કહ્યું કે હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યુ જ નથી. કદાચ ચૈતર વસાવાને મારી જરૂર નથી.

એટલું જ નહીં, મુમતાઝ પટેલે ઉમેર્યું હતું કે ચૈતર વસાવાએ મને પ્રચાર માટે પણ બોલાવી નથી, અને હું ગઈ પણ નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હજું પણ મુમતાઝ ચૈતર વસાવાથી નારાજ છે અને છેલ્લે તો એમ પણ કહ્યું કે કોંગ્રેસને ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી.







