રાજકોટ: વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધાએ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે. આજે પણ લોકો વિજ્ઞાન પર ભરોસો નથી કરતાં અને જીવ જોખમમાં મૂકે છે. આવી જ એક ઘટના રાજકોટ થી સામે આવી છે.  રાજકોટ માં વધુ એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટમાં 10 માસની બાળકીને શરદી ઉધરસ મટાડવા માટે સુરેન્દ્રનગરના વડગામના મંદિરે લઇ જવાતા શરદી ઉધરસ મટાડવા માટે મંદિરની મહિલાએ ગરમ સોયના ડામ આપ્યા હતા. જેનાથી બાળકીની હાલત ગંભીર બની છે. હાલ હોસ્પિટલ પર સારવાર હેઠળ છે.
અંધશ્રદ્ધાના નામે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઇ ચૂક્યા છે. છતાં એક બાદ એક કિસ્સાઑ સામે આવી રહ્યા છે. ત્યારે અંધશ્રદ્ધાના ડામે એક પરિવારે બાળકીનો જીવ જોખમમાં મુક્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.  જેમાં શરદી-ઉધરસ મટાડવા બાળકીને સોયના ડામ આપવામાં આવ્યા છે. ગરમ સોયના ડામ આપતા બાળકીની હાલત ગંભીર છે જેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ છે.
શરદી ઉધરસ મટાડવા માટે આપવામાં આવ્યા ડામ 
બાળકીને શખરી નામની મહિલાએ શરદી ઉધરસ મચાડવા માટે ગરમ સોયના ડામ આપ્યા હતા. બાળકીને પેટના ભાગે ડામ આપવામાં આવ્યા હતા. જો કે આમ છતાં બાળકી સ્વસ્થ ના થતાં આખરે તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી.