કોરોનાકાળ થી અત્યાર સૂધી વડાપ્રધાન એ કુલ 11 વખત દેશને સંબોધન કર્યું છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ ખેડૂતોને લઈ એક મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમે ખૂબ મહેનત કરી કૃષિ કાયદા વિશે સમજાવવાની પરંતુ કેટલાક ખેડૂતો ન માન્યા અને આજે જાહેરાત કરું છું, કે અમારી સરકાર આ 3 કૃષિ કાયદા પરત ખેંચશે. સાથે જ આંદોલનકારી ખેડૂતોને પણ અપીલ કરું છું તેઓ પોતાના વતન તરફ પાછા ફરે.
ત્રણેય કૃષિ કાયદાને લઈ દેશભરના ખેડૂતો છેલ્લા 14 મહિનાથી વિરોધ પ્રદશન કરી રહ્યા હતા ત્યારે આજે ખેડૂતોને અને યાર્ડને લગતા આ 3 કૃષિ કાડા પરત લેતા ખેડૂતોને હાસકારો થયો છે.
શું કહ્યું 18 મિનિટના સંબોધન માં
મોદીએ સંબોધન કરતાં કહ્યું, મારા વહાલા દેશવાસીઓ, આજે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે. આજે ગુરુનાનકજયંતીનો પવિત્ર તહેવાર પણ છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. કે દોઢ વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખૂલ્યો એ પણ ખૂબ જ આનંદદાયક છે. ગુરુનાનક દેવજીએ કહ્યું છે કે સંસારમાં સેવાનો મર્મ અપનાવવાથી જ જીવન સફળ થાય છે. અમારી સરકાર આ જ સેવા ભાવનાઓ સાથે દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે કાર્યરત છે. ન જાણે કેટલી પેઢીઓ સપનાં સાકાર થતાં જોવા માગતી હતી, ભારત એને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા, જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશનાં ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિજગતના હિતમાં ગામડાંના ગરીબોના હિતમાં સંપૂર્ણ સહયોગ સાથે ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોનો એક વર્ગ એનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.
મોદીએ કહ્યું કે ખેડૂતોની તાકાત વધારવા માટે દસ હજાર એફપીઓ કિસાન ઉત્પાદક સંગઠન બનાવવાનું પણ પ્લાનિંગ છે, તેની પર સાત હજાર કરોડ રૂપિયાનું ફન્ડ ખર્ચ કરવામાં આવી રહ્યું છે. અમે ક્રોપ લોન વધારી છે. એટલે કે અમારી સરકાર ખેડૂતોના હિતમાં સતત એક પછી પગલા ઉઠાવી રહી છે. સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કરી રહી છે. સાથીઓ ખેડૂતોના આ અભિયાનમાં દેશમાં ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. દેશના ખેડૂતોને ખાસ કરીને નાના ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. આ માંગ દેશમાં લાંબા સમયથી થઈ રહી હતી. પહેલા પણ ઘણી સરકારોએ આ અંગે મંથન કર્યું હતું. આ વખત પણ સંસદમાં ચર્ચા થઈ અને આ કાયદો લાવવામાં આવ્યો. દેશમાં અનેક ખેડૂતોના સંગઠનોએ તેનું સમર્થન કર્યું. હું આજે એ તમામનો ખૂબ આભારી છું. આભાર માનુ છું. અમારી સરકાર ખેડૂતો માટે ખાસ કરીને નાના ખેડૂતોના હિતમાં સત્ય નિષ્ઠાથી ખેડૂતો પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવથી આ કાયદો લઈને આવી હતી, જોકે અમે આ વાત પોતાના પ્રયત્નો છતાં ખેડૂતોને સમજાવી શક્યા નહોતા. અમે સંપૂર્ણ વિનમ્રતાથી ખેડૂતોને સમજાવતા રહ્યાં. વાતચીત પણ થતી રહી. અમે ખેડૂતોની વાતોને સમજાવવામાં કોઈ કસર છોડી નથી. કાયદાની જે જોગવાઈઓ પર તેમને નારાજગી હતી, તેને સરકાર બદલવા તૈયાર થઈ ગઈ છે. સાથીઓ આજે ગુરુ નાનક દેવજીનો પવિત્ર પર્વ છે, આ સમય કોઈને દોષ આપવાનો નથી. હું આજે સમગ્ર દેશને એ કહેવા આવ્યો છું કે આજે અમે ત્રણે કૃષિ કાયદાને પરત લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિને જ અમે તેને પરત લેવાની પ્રક્રિયા પુરી કરીશું.
જાણો શું કહે છે ખેડૂત નેતા રાકેશ ટીકૈટ
છેલ્લા 17 મહિનાથી ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનાર રાકેશ ટીકૈટ એ મોદી સરકારના કૃષિ કાડા પરત ખેચવાના નિર્ણયને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે જ્યાં સુધી સંસદમાં આ ત્રણેય કાડા પરત ના લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન શરૂ રહેશે







