ગુજરાતમાં હજુ 10 દિવસપહેલા ગુજરાતમાં સેક્રેટરી સહિત ના લોકોની બદલી કરવામાં આઈ હતી ત્યારે આજે ગુજરાતમાં 77 IA S અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં બદલી.હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે અપાઈ નિમણુંક, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ. સુરત કલેકટર ધવલ પટેલની ગુડાનાં C E O તરીકે બદલી કરવામા આવી છે.તથા અમરેલી જિલ્લા કલેક્ટર આયુષકુમાર ઓકની સુરત ખાતે બદલી કરવામાં આવી છે







