સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અને આઝમગઢ(યુપી)ના સાંસદ અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણી લડશે. જોકે તે કઈ સીટમાંથી મેદાનમાં ઉતરશે તે અંગે હજુ કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

ઉત્તરપ્રદેશ (UP) માં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે ત્યારે આજે ભાજપના મંત્રી ચૌહાણ સ્વામી પ્રસાદ મૌર્ય અને ધરમ સિંહ સૈની અને ત્યારબાદ ધરસિંહએ ભાજપનો સાથ છોડી સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે જ્યારે આજે મુલાયમસિંહ યાદવના પરિવારના પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા છે અને રાજકારણ ગરમાયું છે.

ઉત્તરપ્રદેશમાં  પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ શરૂ થશે. તેને લઈને લગભગ તમામ પક્ષોએ પોતાના પ્રથમ તબક્કાના ઉમેદવારોની જાહેરાત કરી છે.ત્યારે હવે અખિલેશ યાદવ કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે જોવાનું રહ્યું