મેહુલભાઈ ત્રિવેદી, ધારી: અમરેલી જિલ્લાના ધારી તુલસીશ્યામ રોડ ઉપર ટાટા 407 અને રીક્ષા વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર કુલ આઠ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ધારી તુલસીશ્યામ રોડ પર રીક્ષા અને ટાટા 407 વાહન વચ્ચે અચાનક અથડામણ થતાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તમામ ઇજાગ્રસ્તોને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
6 લોકોને અમરેલી રિફર કરાયા
ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ છ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં સેવાભાવી લોકો પણ ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાઆ અકસ્માત અંગે ધારી પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધારીમાં ઓર્થોપેડિક ડોક્ટરની જરૂરિયાત
આ ઘટનાની સાથે એક ગંભીર મુદ્દો પણ સામે આવ્યો છે કે, ધારી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરની નિમણૂક ન હોવાને કારણે વારંવાર દર્દીઓને અમરેલી રીફર કરવા પડે છે. જેને લઈ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અસરથી ઓર્થોપેડિક ડોક્ટરની નિમણૂક કરવાની માંગ ઉઠી છે.
આ લોકોને પહોંચી ઇજા
-આલિયાણી હસીનાબેન નુરાભાઈ
-ચાહત ઉંમરભાઈ
-આશાબેન રામજીભાઈ
-સોનલબેન અલારકભાઈ
-મુન્નીબેન ઈકબાલભાઈ
-દિનેશભાઈ હિંમતભાઈ
-દેવકુબેન ધખુભાઈ કામળિયા
-દુધીબેન જોરુભાઈ
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







