બગસરા પીજીવીસીએલ કચેરી એ બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય વીજળી પુરવઠો પૂરો ન પાડવામાં આવતા ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ આવીને ઊભી છે. આ બાબતે ખેડૂતોએ જિલ્લા પંચાયતના સદસ્ય અને યુવાનેતા વનરાજભાઈ વાળાને સાથે રાખી રજૂઆત કરી હતી.

મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાના હામાપુર, જામકા સહિતના ગામોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિત રહે છે તેમજ વારંવાર વીજળી કપાઈ જતા ખેડૂતોની મશીનરીને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત આ કાળજાળ ગરમીમાં પાકને વીજળીના અભાવે પૂરતું પિયત આપી ન શકાતા પાક નિષ્ફળ જવાની સંપૂર્ણ શકયતા હોવાથી ખેડૂતો જિલ્લા પંચાયતના સદસ્ય વનરાજભાઈ વાળ અને સાથે રાખી પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા.

જયાં તેમણે નાયબ ઈજનેર હિરેન મહિડાને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ગામડાઓમાં વીજ પુરવઠો યોગ્ય રીતે આપવા માટે વારંવાર જાણ કરવા છતાં કચેરી દ્વારા ગંભીર બેદરકારી કરવામાં આવી રહી છે જેને લીધે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ થઈ ગઈ છે. કચેરીએ રજૂઆત કરવા સમયે માત્ર મીઠા આશ્વાસનો જ આપવામાં આવે છે હકીકતમાં કોઈ પ્રકારની કામગીરી થતી નથી. હવે આગામી દિવસોમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વીજ કચેરીને ઘેરાવ સહિતની આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ખેડૂતોના પ્રશ્નો હલ કરવાની કરી તાકીદ  
જિલ્લા પંચાયતના સદસ્ય વનરાજભાઈ વાળાએ પણ ખેડૂતોને મુશ્કેલીને તાત્કાલિક દૂર કરી વીજ પુરવઠો યોગ્ય રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પણ તાકીદ કરી હતી. છેલ્લા ઘણા સમયથી વીજ કચેરીની નબળી કામગીરીને કારણે અવારનવાર વિસ્તારના ખેડૂતોને નુકસાની ભોગવવાનો જ વારો આવતો જોવા મળે છે. આ બાબતે ધારાસભ્ય જે.વી. કાકડિયાએ ખેડૂતના પ્રશ્નોને ધ્યાને લઈ પૂરતી વીજળી મળે તેવા પ્રયત્નો કરવા ખેડૂતોની માંગ ઉઠી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો