મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ ગીર અને આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની પજવણી અને હેરાનગતિ કરનાર તત્વો સામે હવે વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગના અધિકારી DCF વિકાસ યાદવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સિંહોની પજવણી કરનાર કોઈપણ વ્યક્તિને હવે બખ્શવામાં નહીં આવે અને તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એશિયાટિક સિંહ શેડ્યૂલ-1 હેઠળ સુરક્ષિત વન્યપ્રાણી હોવાથી તેની સુરક્ષા માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવા અથવા નજીકથી જોવા માટે કેટલાક લોકો દ્વારા સિંહોને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી હતી.
વન વિભાગે કરી ટાસ્ક ફોર્સની રચના
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટીમ સિંહોની પજવણી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વન્યજીવનને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ પર નજર રાખશે.
DCF વિકાસ યાદવે જણાવ્યું હતું કે, “ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ વન્ય પ્રાણી અથવા એશિયાટિક સિંહની પજવણી કરતા ઝડપાશે તો તેના સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગના આ કડક અભિગમથી ગીર વિસ્તારમાં વન્યજીવન સુરક્ષા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







