અમરેલી: શહેરમાં ભોજનસમારંભ કાર્યક્રમ દરમ્યાન એક ગંભીર ગુનાખોરીની ઘટના સામે આવી છે. હિસ્ટ્રીશીટર અને અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીએ ફરીયાદી પર મારામારી કરી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ ગુનો આચારનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અને રી-કન્સ્ટ્રક્શન કરવામાંઆવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુનેગાર યુવરાજ શિવકુમાર મકવાણા મારામારી કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. જોકે, અમરેલી પોલીસએ ઝડપી કાર્યવાહી કરતા ચકરગઢ રોડ ઉપર અમૃતનગર શેરી પાસે આરોપીને ઝડપી લીધો હતો. આ સમગ્ર બનાવના સંદર્ભે બનાવ સ્થળે DYSPની હાજરીમાં રી-કન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં અમરેલી સીટી પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પોલીસનો મોટો કાફલો જોડાયો હતો.

યુવરાજ મકવાણા સામે નોંધાઈ ચૂક્યા છે 12 જેટલા ગુના 
પોલીસ રેકોર્ડ મુજબ, ગુનેગાર યુવરાજ મકવાણા સામે અગાઉ અલગ-અલગ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં એક હત્યા પ્રયાસના કેસમાં કોર્ટ દ્વારા 10 વર્ષની સજા અને રૂ. 25,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાદમાં તે હાલ જામીન ઉપર હતો.

શહેરમાં વધતી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને જયવીર ગઢવી (ઇન્ચાર્જ SP) દ્વારા ગુનેગારોને શાન ઠેકાણે પાડવા માટે પોલીસને કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાથી ફરી એકવાર અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો