અમરેલી શહેરના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ધૂળેટીનો તહેવાર રંગેચંગે અને ઉત્સાહભેર ઉજવાયો. મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા અને ડીજે તથા ઢોલના તાલે યુવાનો-વડીલોસૌ એકસાથે રંગોની મજા માણી.
ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયા નાગરિકો વચ્ચે
કાર્યક્રમમાં કૌશિક વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકો સાથે રંગ રમી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી અને સૌહાર્દપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.
સાંસદ અને ભાજપ આગેવાનોની હાજરી
આ પ્રસંગે ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત પાર્ટીના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મંચ પરથી નાગરિકોને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી.
ભવ્ય સ્વાગત અને રંગોત્સવ
શહેરીજનોએ કૌશિક વેકરીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડીજે અને ઢોલના તાલે મંત્રીશ્રીએ નાગરિકો સાથે રંગ ઉડાડતા ઉત્સાહનો માહોલ સર્જાયો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ કાળજી રાખવામાં આવી હતી.
એકતા અને સૌહાર્દનો સંદેશ
ધૂળેટીના તહેવાર નિમિત્તે મંત્રી કૌશિક વેકરીયાએ અપીલ કરી કે સમાજમાં જો કોઈ મતભેદ કે મનદુઃખ હોય તો તેને ભૂલી સૌ સાથે મળી આનંદપૂર્વક તહેવાર ઉજવવો જોઈએ. તહેવારો એકતા, પ્રેમ અને ભાઈચારો મજબૂત બનાવવાનો અવસર છે એમ તેમણે જણાવ્યું.







