2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાઇ શકે છે ત્યારે ભાજપમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે અને સરકાર થી લઈ નિગમો માં પણ ફેરફાર કરવામાં આવી રાહયા છે ત્યારે આ રાજકીય ગરમવા સાથે જ પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા આજે પાર્લમેન્ટ્રી બોર્ડ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત 14 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે
ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટીએ સુરત ની કોર્પોરેશનની ચૂંટણી ઉમદા દેખાવ કરી સૌને છોકવી દીધા હતા ત્યારે હવે ગુજરાત આપમાં પણ ભંગાણ થવા લાગ્યું છે અને કોંગ્રેસ પણ ગુજરાતમાં સત્તા મેળવવા પ્રયાસો કરી રહી છે, ભાજપને આગામી ચુંટણીમાં રોજગાર, મોંઘવારી, પેપર લીક , માસ્કના આકરા દંડ , કોરોના સહિતના મુદ્દા નો સામનો કરવો પડશે જ્યારે કોંગ્રેસને આંતરિક વિખવાદ અને પાટીદારોની અવગણના ભારે પડી શકે છે.








