PM MODI FILE PHOTO
PM MODI FILE PHOTO

કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ 7 જુલાઇ સાંજે 6 વાગ્યે નક્કી કરવામાં  આવ્યું  છે.મોદી કેબિનેટમાં પછાત વર્ગોના મંત્રીઓની સંખ્યા વધુ હશે અને યુવાનો અને દલિત પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવશે

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતમાંથી ભાવનગરના સાંસદ ભારતીબેન  શિયાળ ને સ્થાન આપવામાં આવે તેવું માનવમાં આવે છે તથા  જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ પારસ , સર્વાનંદ સોનોવાલ, અનુપ્રિયા પટેલ , નારાયણ રાણે જેવા નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે

વર્ષ 2003માં થયેલ 91માં બંધારણીય સુધારા મુજબ મંત્રી પરિષદ માં પ્રધાનમંત્રી સહિત સભ્યોની કુલ સંખ્યા લોક સભાની કુલ સભ્ય સંખ્યાના 15% થી વધુ ના હોય શકે જે મુજબ ભારતમાં હાલ કુલ 545 લોકસભાની સીટ છે ત્યારે 81 સાંસદસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય છે ત્યારે હાલ મોદી સરકારમાં હાલ 53 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે હજુ 28 સાંસદ સભ્યોને મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય છે.