corona

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 67,208 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,03,570 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 2,330 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 8,26,740 એકટિવ કેસ છે જે છેલ્લા 71 દિવસમાં સૌથી ઓછા છે જ્યારે ભારતમાં કુલ 26,55,19,251 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,97,00,313 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,84,91,670 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 3,81,903 લોકોના કોરોનાથી મોત થયા છે.