કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,640 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 81,839લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 1,167 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 6,62,521 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 28,87,66,201 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,99,77,861 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,89,26,038 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 3,89,302 લોકોના કોરોનાથી મોત થયા છે.






