કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,41,986 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 40,895 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 285 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 4,72,169 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 150.06 કરોડ વેક્સિનના ડોઝ લોકો લઈ ચૂક્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,44,12,740 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં કુલ 4,83,178 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 9.28% એ પહોચ્યો છે.







