ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવા જય રહી છે ત્યારે વિવિધ પક્ષોના રાજકીય આગેવાનો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ગુજરાતમાં હવવે તોડ જોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે ત્યારે કોંગ્રેસનાં નેતા અને  સુરતમાં પાટીદારોનો જાણીતો ચહેરો ભાજપમાં ઘરવાપસી કરશે. સુરતના કોંગ્રેસના ધીરુ ગજેરા ભાજપમાં ફરી પરત જોડાયા છે .  જનસંઘથી શરૂઆત કરનાર ધીરુ ગજેરાએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી ઘર વાપસી કરશે.

સુરતના રાજકારણ ની સિદ્ધિ અસર સૌરાષ્ટ્ર  માં જોવા મળે છે ત્યારે હવે  ભાજપ દ્વારા સુરતમાં નવી રણનીતિ તૈયાર કરવામા આવી રહી છે. ભાજપમાં ફરી જોડાવા મામલે ધીરુ ગજેરાએ કહ્યું કે, મારુ મુખ્ય પાર્ટી છે. આ મારુ જૂનુ ઘર છે. તેથી હું મારા ઘેર જ જઉ છું. ભાજપના બે ભાગ પડ્યા હતા, ત્યારે અમે કેટલાક નેતાઓ અલગ થયા હતા. ત્યાર બાદ હું કોંગ્રેસમાં જોડાયો હતો. મારી સાથે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે.