શ્યામ સેદાણી, અમરેલી: બીજેપી નેતા ભરત કાનાબાર પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. ત્યારે ફરી એક વખત ટ્વિટ કરી ચર્ચામાં આવ્યા છે. આ વખતે ડૉ. ભરત કાનાબારે ડૉક્ટરોના કાન આમળ્યા છે.
સામાન્ય રીતે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બૂકમાં નામ ધરવતા ડૉ. ભરત કાનાબારે હવે આ વખતે ડોક્ટરો સામે મોરચો ખોલ્યો છે. તેમણે ટ્વીટ કરીને લેબોરેટરી અને મેડિકલના બિલમાં કમિશન રાખતા ડોક્ટરો સામે સવાલ ઉઠાવ્યા છે. ભરત કાનાબાર પોતે પણ ડોક્ટર છે. તેથી આ વ્યવસાયમાં ચાલતી કમિશનખોરી વિશે સારી રીતે જાણે છે. ભરત કાનાબારના આ ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું છે. તેમના ટ્વીટ પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં ઘણો લોકોએ તેમનું સમર્થન પણ કર્યું છે. લોકો કહી રહ્યા છે કે, ડોક્ટરોના વ્યવસાયમાં ચાલતી આ લૂંટ બંધ થવી જોઈએ. ડૉ. કનાબાર પોતાના ટ્વિટને લઈ હમેશાં ચર્ચામાં રહેતા હોય છે.
જાણો શું કહ્યું ટ્વિટમાં
ટૂંકો પગાર મેળવતો હોટેલનો વેઈટર ટીપની અપેક્ષા રાખે કે ટૂંકી આવક ધરાવતો પટાવાળો બક્ષિશની આશા રાખે તો તેને માફ કરી શકાય પણ સુખ સાહેબી ભોગવતા કેટલાક ડોક્ટરોને દર્દીના લેબોરેટરી ચાર્જમાં કમિશન રાખતા કે દર્દીઓને કમિશન વાળી દવાઓ લખી આપતા કે દર્દીને બીજા ડોક્ટરોને રીફર કરવામાં કમિશન લેતા જોઉં છું ત્યારે આ વ્યવસાયના એક સદસ્ય તરીકે મને મારી જાત પર શરમ આવે છે !
ટૂંકો પગાર મેળવતો હોટેલનો વેઈટર ટીપની અપેક્ષા રાખે કે ટૂંકી આવક ધરાવતો પટાવાળો બક્ષિશની આશા રાખે તો તેને માફ કરી શકાય પણ સુખ સાહેબી ભોગવતા કેટલાક ડોક્ટરોને દર્દીના લેબોરેટરી ચાર્જમાં કમિશન રાખતા કે દર્દીઓને કમિશન વાળી દવાઓ લખી આપતા કે દર્દીને બીજા ડોક્ટરોને રીફર કરવામાં કમિશન… pic.twitter.com/VpeFQUhx5H
— Dr. Bharat Kanabar (@KANABARDr) July 28, 2023







