અમરેલી જિલ્લાના ધારીગીર પૂર્વ ડિવિઝનમાં વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. અગાઉના ડીસીએફ દ્વારા નકારવામાં આવેલી અરજીને હાલના અધિકારીએ મંજૂરી આપતા વન વિભાગના નિર્ણય પર સવાલો ઊભા થયા છે. બાબરકોટ જમીન વિવાદ બાદ આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ વિવાદ લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને તેમના કાકા હરસુરભાઈ કરસનભાઈ ધાનતાને ગીર વિસ્તારમાં માલધારી તરીકે માન્યતા આપવાના નિર્ણયને લઈને ઊભો થયો છે. વન વિભાગ તરફથી ગીર વિસ્તારમાં માલધારી તરીકે પરત ફરવા બાબતે બે અલગ-અલગ — એક હકારાત્મક અને એક નકારાત્મક — પત્રો બહાર પડતા ગૂંચવણ સર્જાઈ છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે વર્ષ 2023માં આ અરજી ફગાવી દેવામાં આવી હતી, જ્યારે વર્ષ 2026માં એ જ અરજીને મંજૂરી મળી ગઈ. આથી પ્રશ્ન ઊભો થાય છે કે ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં બે અલગ સમયગાળામાં બે વિભિન્ન નિર્ણય કેમ લેવામાં આવ્યા?
ઉઠયા અનેક સવાલો
સ્થાનિક કર્મચારીઓ અને અધિકારીઓમાં આ નિર્ણયને લઈને અંદરખાને ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. સેલિબ્રિટી વ્યક્તિને ગીર જંગલમાં એન્ટ્રી મળતા નિયમો અને સમાનતા અંગે પણ ચર્ચા તેજ બની છે. વન વિભાગની પ્રક્રિયા, પારદર્શિતા અને નીતિગત એકરૂપતા પર આ કેસે ફરી પ્રશ્નચિહ્ન મૂક્યું છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







