ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી તારીખ 4 જૂન ના રોજ ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કરશે આ ઉપરાંત તારીખ 5 જૂનના રોજ રાજુલા , જાફરાબાદ અને ઉનાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે જેમાં રાજુલા તાલુકાનાં છતડિયા ગામ એ 9 કલાકે પહોચશે , જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ખાતે 10 કલાકે મુલાકાત લેશે ત્યારબાદ 12 કલાકે પાટીમાણસા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે અને લોકોને થયેલી નુકશાનીનો તાગ મેળવશે







