ગુજરાત કેડરના IAS અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રા કોરોના સામે જંગ લડી રહ્યા હતા જેમનું આજે નિધન થયુ છે. ગુરૂપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. IAS અધિકારીના નિધનથી શોકની લહેર જોવા મળી રહી છે.

ગુરૂપ્રસાદ મહાપાત્રા 1986 બેંચના ગુજરાત કેડરના ઓફિસર હતા. રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેઓ છેલ્લા લાંબા સમયથી ડેપ્યુટેશન પર હતા. કોમર્સ વિભાગના સેક્રેટરી પણ રહી ચુક્યા છે. આ અગાઉ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે પણ તેમણે સેવા આપી હતી. ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે ગુરૂપ્રસાદ મહાપાત્રાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું