ભારતમાં 14 માસ પહેલા 3 કૃષિ કાયદાને સંસદમાં મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી ત્યારે દેશના અનેક રાજ્યોમાંથી આ કાયદા રદ્દ કરવામાટેની માંગ ઉઠી હતી અને કોંગ્રેસએ ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા આ 3 કાયદા પરત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેને લઈ ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ કાયદા રદ્દ કરવા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, ખેતી અને ખેડૂત વિરોધી 3 કાળા કાયદાનું બાળ મરણ થયું છે તેમનો અત્યંત આનંદ છે.
વધુમાં ધાનાણીએ જણાવ્યુ હતું કે ભાજપના શાસકો એ તેમના મુઠ્ઠીભર મિત્રોને માલામાલ કરવા નવી ઈસ્ટઈન્ડિયા કંપની મારફતે કૃષિ ઉપજોને પાણીના ભાવે પડાવી લેવા, ખેડૂતને ખેત મજૂર બનાવવાના ષડયંત્ર સ્વરૂપ ત્રણ કળા કાયદાઓના બાળમરણ થી આ ષડયંત્ર સમાપ્ત થયું હોય તેવો અહેસાસ દેશના ખેડૂતોને થઈ રહ્યો છે. ભાજપ રાજના ત્રણ કાળા કાયદાઓને રાજકીય મજબૂરીવશ પરત ખેચાવામાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી અને દેશના ખેડૂતોની જીત થઈ છે ત્યારે કોંગ્રેસ અને દેશના ખેડૂતોને અભિનંદન પાઠવું છું.







