રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગમાં 26 લોકો મોતને ભેંટ્યા અને હૉસ્પિટલ ચીંચીયારીઓથી ભરાઈ ગઈ. કોણ કોને શાંત રાખે તે સમજાતુ નથી. મૃતદેહો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. માણસના મૃત્યુથી વધારે કંઈ જ ના હોય શકે તેવું નિવેદન તેમણે આપ્યું હતું. વારવાંર આ પ્રકારની ઘટનાઓ બાદ પણ સરાકરના પેટનું પાણી હલતુ નથી એ દુઃખદ હોવાનુ શક્તિસિંહે નિવેદન આપ્યું છે.
25 માર્ચ 2024 આજનો આ ગોઝારો દિવસ રાજકોટવાસીઓ સાથે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલી શકે. બાળકો વેકેશનની મજા માણી રહ્યા હતા, ગરમીને પગલે ગેમઝોનમાં મોટી સંખ્યા બાળકો સહિત મોટેરાઓ હતા અને અચાનક લાગી એવી તો કાળમુખી આગ કે જોતજોતામાં હોમાઇ ગઇ 24થી વધુ જીંદગી. ગેમઝોનમાં અચાનક પ્રચંડ ધડાકો થયો. ધૂમાડો સર્જાયો અને સર્જાઇ ગઇ અફરાતફરી.
સુરત, વડોદરા, મોરબી, પાલનપુર બ્રિજની દુર્ઘટનાઓ સરકારની નિષ્કાળજી દર્શાવે છે. ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી દર્શાવવામાં આવે છે તેવું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું. સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે તેવા આક્ષેપો તેમના દ્વારા કારવમાં આવ્યા હતા. ગુજરાતીઓએ ભાજપને ખોબેને ખોબે મત આવ્યા છે ત્યારે તેમની જવાબદારી બેવડાય છે. તેમણે એમ પણ કહ્યું કે,કોર્પોરેશનથી લઇ કેન્દ્રમાં સરકાર હોવા છતાં માત્ર ધનસંગ્રહ જ કરાય છે.
તબેલા માથી ઘોડા છૂટી ગયા બાદ હવે તમામ ગેમઝોન બંધ કરવા નીકળ્યા. નૈતિકતાના ધોરણે સરકારે ઘટનામાં બેદરકારી સ્વીકારવી જોઈએ. કમસે કમ ઈશ્વરનો ડર તો સરકાર રાખે તેવું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજકોટ અગ્નિ કાંડની તપાસ માટે રાજ્ય સરકારની સૂચનાથી SITની રચના કરવામાં આવી છે. IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની રચના કરાઈ છે. સિનિયર પોલીસ અધિકારીઓનો SITમાં સમાવેશ થયો છે.







