લોકસભાની ચૂંટણી જેમ જેમ અંજીક આવી  રહી છે તેમ તેમ રાજકીય રંગ લાગવા લાગ્યો છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. ત્યારે ભાજપે ગુજરાતની 26 બેઠક માંથી 22 બેઠકના નામ જાહેર્ટ જકરી દીધા છે. આ દરમિયાન ભાજપે એવા બે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જેમણે પક્ષમાંથી રાજીનામું પણ આપી દીધું હતું.

ભાજપે લોકસભા 2024 માટે અત્યાર સુધી 22 ઉમેદવારો ના નામ જાહેર કરી દીધા છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ હજુ 4 બેઠકો પર નામ જાહેર કરવાના બાકી છે. આ દરમિયાન ભાજપે મનસુખ વસાવાને ટિકિટ આપી છે અને જશુભાઇ રાઠવાને પણ મેદાને ઉતાર્યા છે. આ બંને નેતાઓએ એક સમયે ભાજપ માંથી રાજીનામાં આપી દીધા હતા.

આમ તો રાજકારણમાં કશું જ કઇ નક્કી નાથી હોતું. કોઈ કાયમિક દોસ્ત કે દુશ્મન નથી હોતા. આ વાત ભાજપે સાબિત કરી છે. હમેશ પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેનાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વર્ષ 2020માં રાજીનામું આપી દીધું હતું. જોકે બાદમાં મામલો થાળે પડી ગયો હતો અને રાજીનામું પરત કકહેચી લીધું હતું.

મનસુખ વસાવાનું રાજીનામું 

મનસુખ વસાવાનો રાજીનામા પત્ર.

જશુભાઇ રાઠવાએ પણ આપી દીધું હતું રાજીનામું

છોટા ઉદ્દેપુરમાં ભાજપના તમામ હોદ્દા પરથી જશુ રાઠવાએ રાજીનામું આપી દીધું હતું. ગત વર્ષે આપેલ રાજીનામાં અંગે તેમણે કહ્યું હતું કે, પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જશુ રાઠવાનું રટણ છે. જશુ રાઠવાએ પત્ર લખીને પ્રદેશ આમંત્રિત સભ્ય પ્રદેશ, ઉપ પ્રમુખ અ.જ.જા. મોરચો ભાજપ પ્રદેશ, સભ્ય ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમિતિ છોટાઉદેપુર, સક્રિય સભ્ય એમ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.

તેમણે  અગાઉ એક વર્ષ પૂર્વે પણ આવી સૂચના આવતા રાજીનામું આપ્યું હતું.  2022 1 લી એપ્રિલે જ અ.જ.જા. મોરચાના ઉપ પ્રમુખ બનાયા હતા. જશુ રાઠવા છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્યારે ફરી ભાજપે સપ્રાઇઝ આપી અને જશુભાઇ રાઠવાને છોટા ઉદેપુર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Gujarat Politics: ગુજરાત ભાજપના આ નેતાના રાજીનામાથી ખળભળાટ, 30 વર્ષથી હતા પક્ષમાં