જૂનાગઢ: માંગરોળ તાલુકાના રહીજ ગામ નજીક એક ખાનગી યાત્રાળુ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. ભાવનગરથી દ્વારકા જઈ રહેલી બસ અચાનક નીલગાય આડી પડતા પલ્ટી મારી ગઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ભયાનક અકસ્માતમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બસમાં અંદાજીત 30 થી 35 જેટલા યાત્રાળુઓ સવાર હતા. અકસ્માત બાદ બસ પલ્ટી મારી જતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનામાં નીલગાયનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં 10 થી 12 યાત્રાળુઓને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે કેટલાક ઈજાગ્રસ્તોને જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ નીલગાય અચાનક રસ્તા પર આવી જતા ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો