વિસાવદર ભેંસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્યના હજારો મતદારો પોતાના ધંધા રોજગાર માટે સુરતમાં વસવાટ કરી રહ્યા છે અને તેને મુંઝવતા પ્રશ્નોને વાચા આપવા ધારાસભ્ય હર્ષદ રીબડીયા આજે સુરત જસે અને રૂબરૂ મળી વિસ્તારની જનતાના પ્રશ્નો સાંભળીને નિરાકરણ લાવવના પ્રયાસ કરશે. સુરત ની મુલાકાત વિષે જણાવતા ધારાસભ્ય રિબડિયા કહે છે કે સુરતમાં રહેતા લોકો ના પ્રશ્નો માટે ગામડા નો ધકો ન થાય તે માટે હું સુરત આવી રહ્યો છુ અને કોઈ લોકોને પ્રશ્નો હોઇ તો રૂબરૂ મળી શકે છે .વધુ માં જણાવતા કહે છે કે પ્રશ્નો લેખિતમાં આપવા તથા અગાઉ જેતે વિભાગને કરેલ રજુઆતની નકલ સાથે રાખવી જેથી ઘણા પ્રશ્નો જેતે અધિકારીને ફોન કરીને સ્થળ પર નિકાલ થઈ શકે.
ધારાસભ્ય રિબડિયા આજે સવારના ૧૧ થી સાંજ ના ૫ વાગ્યા સુધી અઠવાલાઇન્સ ન્યુ ચોપાટી ની બાજુમાં સર્કિટ હાઉસ સૂરત ખાતે લોકોના પ્રશ્નો સંભાળશે







